⚠️ Hazard (ખતરો) કોને કહેવાય?
કોઈપણ એવી સ્થિતિ, વસ્તુ, કાર્ય અથવા પરિસ્થિતિ, જે વ્યક્તિને ચોટ, બીમારી, સંપત્તિની ક્ષતિ અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે, તેને Hazard (ખતરો) કહેવાય છે.
🔹 Hazard મુખ્યત્વે ૬ પ્રકારના હોય છે :
1️⃣ ભૌતિક ખતરો (Physical Hazard) — શોર, તાપમાન, રોશની, કંપન, વિકિરણ, વિદ્યુત શોક, દબાણ વગેરે.
2️⃣ રાસાયણિક ખતરો (Chemical Hazard) — ઝેરીલા રસાયણ, ધૂળ, ધુમાડો, ગેસ, એસિડ, ક્ષાર, સોલ્વેન્ટ વગેરે.
3️⃣ યાંત્રિક ખતરો (Mechanical Hazard) — મશીનના ચાલતા ભાગો, કપાવું, ફસાવું, ટકરાવું, પડી જવું વગેરે.
4️⃣ વિદ્યુત ખતરો (Electrical Hazard) — કરંટ લાગવો, શોર્ટ સર્કિટ, ખરાબ વાયરિંગ, વીજળી પડવી વગેરે.
5️⃣ જૈવિક ખતરો (Biological Hazard) — વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કીટ-પતંગિયા, સંક્રમિત સામગ્રી વગેરે.
6️⃣ એર્ગોનોમિક ખતરો (Ergonomic Hazard) — ખોટી રીતે વજન ઉઠાવવું, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં કામ કરવું, વારંવાર એક જ પ્રકારનું કામ કરવું વગેરે.
📌 મહત્ત્વ :
✅ Hazardની ઓળખથી Accident અને બીમારીને રોકી શકાય છે.
✅ સુરક્ષિત કાર્ય વાતાવરણ બનાવવામાં મદદ મળે છે.
✅ કાનૂની આવશ્યકતાઓનું પાલન કરી શકાય છે.
✅ જીવન, સંપત્તિ અને પર્યાવરણની સુરક્ષા કરી શકાય છે.
⚠️ Hazardને ઓળખો — જોખમને સમજો — સુરક્ષિત રહો!
(પ્રકાશકુમાર બી વેકરીયા) TOT
ડિવિઝનલ વોર્ડન: સિવિલ ડિફેન્સ - સુરત

0 Comments