આજ ની પેઢી ને અનુરૂપ બાળકોને શું, ક્યારે અને કેવીરીતે આપવુ ?
જરુરત થી વધુ મીઠુ પણ ઝેર છે.આજની પેઢીને માં બાપે ઓછી ઉંમરે પકડાવી દીધેલા સ્માર્ટફોન,આઇફોન ડ્રગ્સના નશા કરતાં પણ ખતરનાખ સાબિત થવા લાગ્યા છે, શાક સમારવાના ચપ્પુથી ડરતો લાલો આજ લાલુભાઇ થઇ રેમ્બો લઇ બેફામ બનવા લાગ્યો ! તોય પાછી માઁ કે છે મારો લાલો બોવ વાલો.....
યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ગંદી ગાળો બોલતા માનસિક વિકૃત અને #હલકટ યુટ્યુબરોને નાની ઉંમરના છોકરા-છોકરીઓ આદર્શ બનાવી ફેન ફોલોઅર્સ થઈ બેઠા છે, હિંસા અને નગ્નતાની હદ વટાવતી અને બેફામ ગાળોવાળી વેબ સિરિઝો ભાઈ- બહેનો પણ સાથે બેસીને જોતા થયા છે ને એની વાતો કરતાં થયા છે, એવા જ પ્રકારના વિઝ્યુઅલ ધરાવતી ગેમ્સમાં માણસ સ્કૂલ- કોલેજ છોડી કામધંધે વળગે તોય રોજ રચ્યાપચ્યા રહે છે..
કોલેજ કેમ્પસ કે પછવાડે ધોડી ચડાવી સીગારેટ અને નદી કીનારે સહેલગાહ પર ગાંજા ચરસ ની કસો મારતા થયા.(ધોરણ 8 થી T.Y સુધીની દિકરીઓ સાવધાન રહેજો)
બસ સરકારથી વધુ સારુ કાર્ય સંસ્કાર જ કરી શકશે.
ભલે પરાણે છતા પણ ક્યારેક તેમના ફોનમા ઓપન કરી ગુગલ માં જઇ #સર્ચ_હીસ્ટ્રી ચેક કરજો(જે ક્યારેટ ડિલીટ નથી થતી) ત્યાં તમારા સુસંતાનો ની વિચારધારા નો ધોધ જણાશે; તે સરોવરમાં છે, કુવામાં છે કે જીવાણુથી ખદબદતા ખાબોચીયામાં....
જીવનની ગંભીરતા સમજવાને બદલે પોતાના લાડલો/લાડલી પાલ્ય બગડી રહ્યા હોવાનું માવતરોને ખબર હોવા છતાં મારો ગગો/ગગી કેટલો નાનો છે તોય કેટલું બધું આવડે છે ને સમજે છે એમ કરીને અવગુણને ઉપલબ્ધી બતાવે છે ને પછી બધામાં એની હોડ લાગે છે, બાળકો હાથમાં હથિયારો ઝાલી લે છે અને છેલ્લે પસ્તાવો......(આતંકવાદી બહાર કશેય નથી તમારી આસપાસ તમારા વિચારોમાંજ છે)
બાળકોનું ધૂળ- માટીમાં રમવાનું બાળપણ છીનવાઈ રહ્યું છે, વ્યવહારિક દુનિયાથી દૂર થતાં જઈને વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ બધા પ્રયાણ કરી રહ્યા છે, જ્યાં ના કોઈ નૈતિક મૂલ્યોની કિંમત છે કે ના માણસાઈના ગુણ,
ના વ્યવહારુ જ્ઞાન,ન સંબધોનો મલાજો
આજથી ૧૮-૨૦ વર્ષ પહેલા સ્કુલે જતુ બાળક ગામમા જાહેર મા રમત રમતા હોય અને પોતાના સ્કુલ ના શિક્ષક નિકળતા તો બાળકો સંતાય જતા....બાળક હોમ વર્ક કરીને ન લાવ્યા હોય તો શિક્ષક માર મારતા... ઘરે ફરીયાદ કરતા તો માતાપિતા હોરી નાખતા. પરંતુ સમય જતા બાળક ના વાલી ઓ જ પોતાના સંતાનો નુ ઉપરયાણુ લય ને સ્કુલે જતા થયા અને શિક્ષકો ને ધમકાવતા કે મારતા થયા એના પરીણામે ભગવાન સમાં શિક્ષકો પણ પોતાના કામ થી મતલબ રાખવા લાગ્યા, અને બાળકો ને સજા કે શિક્ષા કરવાનુ સદંતર બંધ કર્યુ...એનાથી આજે એવી પરિસ્થિતિ નિર્માણ થય કે આજે કોઈપણ બાળક પોતાના શિક્ષક થી સહેજ પણ ડરતા નથી અને એનુ જે રીતે ઘડતર થવુ જોઈએ એના બદલે એકદમ સ્વચ્છંદી રીતે ઉછેર થઇ રહ્યો છે...
જે રીતે આજથી ૨૫ વર્ષ પહેલા પોતાને શિક્ષિત સમજતા લોકો ગર્ભ પરીક્ષણ કરાવીને દીકરીને માતાની કુખ મા જ મારી નાખીને જે અધમ કૃત્ય કરતા હતા એના પરિણામો આજે ૨૦ વર્ષ પછી તમારી સામે છે...એના જેવુ જ આજે થય રહ્યુ છે બાળક ને વધુ પડતુ અને બીનજરૂરી પ્રોત્સાહન...
"ભાઇ/બેન ને કોઈ કાઇ કેતા નહી....
નકામુ કાઇક આડા અવળુ પગલુ ભરી લેશે તો ? "
આવી માનસિકતા મોટાભાગના વાલીઓની છે એના લીધે જ દેશમાં આજના ઘણા બધા લબરમુછીયા યુવાનો ગુનાખોરી તરફ વળ્યા છે...સુરતની, અમદાવાદની ઘટના પછી દરેક વાલીઓએ જાગૃત થવુ પડશે અન્યથા આ માત્ર હજી શરુઆત છે વાટ સળગી છે બોમ્બ ફુટવાને વેળા છે; યા પછી તૈયાર રહેજો પરિણામ ભોગવવા આનાથી ભયંકર પરિણામો હજુ બાકી છે....
મોબાઇલ થી લાંબા અતરો ટુંકા થયા જેના કારણ ટેકનોલોજીથી માણસો કમાતા થયા પણ તેની વિપરીત અસર જોઇયેતો વિચારોથી ૭૦% બાળકોની માનસીકતા જનુની થઇ છે અને મર્યાદા બિલકુલ નેવે....
વિશેષમાં સૌ સમજદારજ છો પણ
“સૌ જાણતા છતા પથારી પલાળે છે,
પલાળ્યા પછી પણ સમાજની પથારી ફેરવે છે.”
(એકની ભુલ પુરો સમાજ ભોગવે)
છેલ્લે એકવાત કહીશ વ્હાલા
સંસ્કાર જ અપરાધ રોકી શકે....
સરકાર નહી.
- પ્રકાશુમાર વેકરીયા (યુનિવર્સલ)
જય હિંદ.
0 Comments