સ્વજનને સાચી શ્રધ્ધાંજલિ કેવી રીતે ???
પુષ્પોનુ નિકંદન કરીને ??
કે પંચધાન્ય અર્પણની એક નવી શરુઆત કરીને.....
આજના ઝડપી અને આધુનીક યુગમાં આપણે હર એક જગ્યાએ જોઇયે છીયે બેસણુ હોય કે શોકસભા હોય તેમને ખરા અર્થે શ્રધ્ધાંજલિ કેવી રીતે આપવી પરિજન કે વડીલ નુ નિધન થાય એટલે આપણે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને ઇશ્વર પાસે આત્મશાંતિ ની અપેક્ષા રાખતા હોઇયે છીયે, પરંતુ આપણે આ અનુકરણીય સંસારમાં સૌનુ અનુકરણ કરી આડકતરી રીતે કે અજાણતા આપણાજ સ્વજનની આત્માને આપણે ઠેસ પહોંચાડીયે તેવુ તો નથી બનતુ ને ???
ઉપરોક્ત બાબત ધ્યાને રાખી પુષ્પોનુ નિકંદન ન નીકળી જાય તે હેતુ અથવા તો પુષ્પોનો શ્રધ્ધાઓની અંજલી તરીકે ઉપયોગ કરીને કચરામા જાય કે નદીમાં પધરાવવાના બહાને ફેંકી દઇયે અને કોઇને ઉપયોગ ન આવે તે રીતી અપનાવી આપણે આપણા સ્વજનોની આત્મા ને શાંતી નહી આપી શકીયે, પછી ભલે કરોડોનો ખર્ચ કરીયે તેની આત્માતૃપ્તી માટે પણ છેલ્લે તો દેખાવ જ રહેશે.
શાસ્ત્રો સાક્ષી છે કે જીવંત કે મૃતાત્મા ની આત્માતૃપ્તી માટે કોઇનુ આંતરડુ ઠરે તોજ આત્મકલ્યાણ શક્ય છે.
આ પ્રેરણાત્મક લેખને અનુસરીને ચાલો સૌ મળી ને આ કલ્યાણકારી શરુઆત કરીયે અને ખરા અર્થમા પંચધાન્ય (પાંચ વિવિધ અનાજ) ને અંજલી તરીકે પ્રથમ ત્રાંસ માં રાખીયે અને જે પરિજનને શ્રધ્ધાંજલી અર્પણ કરીયે ત્યાં બીજા ત્રાંસ માં અર્પણ કરીયે જેથી તે તમામ અનાજ પક્ષીઓના ચણ તરીકે વાપરી ને સીધી રીતે અન્નદાન પણ થઇ જશે તથા પક્ષીઘરો માં અનાજ ની ધટ પણ નહી પડે, આ રીતે સફળ શરુઆત થશે અને આપણા પરિજન ને પરલોક યાત્રામાં બાર દિવસ રાહ નહી જોવી પડે નિર્વિધ્ન તેની યાત્રા સફળ રહેશે,
- પ્રકાશકુમાર વેકરીયા
(અધ્યક્ષશ્રી યુનિવર્સલ ફાઉન્ડેશન)
0 Comments