પાણીપુરી ના વિવિધ પાણી ઘરે બનાવો.
પાણીપુરી માટે લસણનું પાણી બનાવવા સામગ્રી
લસણ 5-7 કળીઓ,
લીલા મરચા 2-3,
લીંબુ 1,
ખાંડ 1 ચમચી,
સંચળ , 1/2 ચમચી,
કાળા મરી 3. પાવડર 1/2 ચમચી,
મીઠું સ્વાદ મુજબ અને પાણી 600 મિલી.
સૌપ્રથમ લસણ અને લીલા મરચાને મિક્સરમાં નાખીને પીસી લો. હવે એક બાઉલમાં પાણી લો અને તેમાં ૩ ચમચી લસણ અને મરચાની પેસ્ટ નાખીને મિક્સ કરો. આ પાણીમાં લીંબુ, મીઠું, સંચળ, કાળા મરી અને ખાંડનો પાવડર ઉમેરીને મિક્સ કરો અને પાણીને થોડીવાર આમ જ રહેવા દો અને પછી ગાળી લો. તો તૈયાર છે તમારું લસણનું પાણી.
હાજમા હજમ પાણી બનાવવા સામગ્રી
હજમોલા ગોળીઓ .
નાનો ટુકડો આદુ, છીણેલું
10-15
• લીંબુ
ખાંડ 1/2 ચમચી
2 મોટી ચમચી આમલીનો પલ્પ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી શેકેલું જીરું પાવડર
૧ ચમચી હિંગ
પાણી 600 મિ.લી
હાજમોલાની ગોળીઓને થોડીવાર એક પાણીમાં પલાળી રાખો અને જ્યારે ગોળીઓ પાણીમાં ઓગાળી જાય ત્યાં સુધી રાખો. હવે એક બાઉલમાં પાણી સિવાયની બધી સામગ્રીને મિક્સ કરી લો અને પછી તેમાં હાજમોલની ગોળીનું પાણી અને બીજું વધારાનું પાણી ઉમેરીને મિક્સ કરી લો. પાણીપુરીનું હાજમા હજમ ડાયજેસ્ટ પાણી તૈયાર છે, તેને 2 કલાક માટે ફ્રિજમાં મૂકી દો.
જલજીરાનું પાણી બનાવવાની સામગ્રી
જલજીરા 2 ચમચી
• લીંબુ 1
ખાંડ 1 ચમચી
નાની મરચી 1 ખાંડેલી
પાણી 500 મિલી
સૌથી પહેલા પાણી લો અને તેમાં જલજીરાને મિક્સ કરશે. હવે આ પાણીમાં ખાંડ અને લીંબુ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી પાણીને ગાળી લો. તમારું પાણીપુરીનું જલજીરા પાણી તૈયાર છે. જલજીરામાં મીઠું હોવાથી તેમાં અલગથી મીઠું ઉમેરીશું નહીં.
લીંબુ પાણી બનાવવા સામગ્રી
. લીંબુ 3-4
. લીલા મરચા 3-4
. ખાંડ 2-3 ચમચી
• મીઠું 1/2 ચમચી
સંચળ 1/2 ચમચી,
ચાટ મસાલો 1/2 ચમચી
પાણી 600 મિલી
પહેલા મરચાને મિક્સરમાં પીસી લો.ખાંડને પીસીને પાવડર બનાવો. હવે આ વાટેલા મરચાને એક બાઉલમાં કાઢી લો. આ પીસેલા મરચામાં પાણી ઉમેરો અને મિક્સ કરો. હવે તેમાં મીઠું. ખાંડ પાવડર, સંચળ અને લીંબુ ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સારી રીતે મિક્સ કરો અને પછી પાણીને ગાળી લો, તમારું પાણીપુરીનું લીંબુ પાણી તૈયાર છે.
ફુદીનાનું પાણી બનાવવા સામગ્રી
ફુદીનો 100 ગ્રામ
કોથમીર 50 ગ્રામ
આદુ નાનો ટુકડો
લીલા મરચા 2
લીંબુ 4
પાણીપુરીનો મસાલો 1/2 ચમચી
ખાંડ 1 ચમચી
ચાટ મસાલો 1/2 ચમચી
સંચળ ચપટી
કાળા મરી પાવડર ચપટી
મીઠું સ્વાદ મુજબ
પાણી 600 મિ.લી
સૌથી પહેલા ફુદીનો, કોથમીર, આદુ અને લીલા મરચાને પીસી લ મિક્સરમાં પીસી લો. હવે એક બાઉલમાં પાણી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ મિક્સ કરો. હવે આ પાણીમાં મીઠું, સંચળ, કાળા મરી પાવડર, ચાટ મસાલો, ખાંડ પાવડર, લીંબુ અને પાણીપુરીનો મસાલો ઉમેરો. હવે આ પાણીને મિક્સ કરીને ગાળી લો. ફુદીનાનું પાણી તૈયાર છે.
જીરા મસાલા પાણી સામગ્રી અને રીત.
જીરુ 2 ચમચી પીસેલુ
મિઠુ સ્વાદ અનુસાર
કાળી મરી પાઉડર 1 ચમચી.
સંચળ ચપટી એક
પાણી 600 મિ.લી
જીરાને માપ પ્રમાણે લઇ કાળી મરી સાથે બારીક પીસી લેવુ તથા ઉપર પ્રમાણે ઠંડા પાણી સાથે મસાલા મેળવીને
ઉપયોગમાં લેવા જીરા મસાલા પાણી તૈયાર છે.
મીઠુ પાણ બનાવવાની રીત.
ગોળ 200 ગ્રામ
સાકર બે ચમચી
લીંબુ 1 નંગ
વ્યક્તિ પ્રમાણે સાદા પાણીમાં બરાબર બ્લેન્ડર ફેરવી સાકર, ગોળ ભેળવી બાદમાં લીંબુ નિચોવી દેવુ તથા આ પાણીને ઠંડુ ન કરવુ
પાણીપુરીના પ્રોગ્રામમાં આ પાણી સૌથી છેલ્લે વાપરવામાં આવે છે.
રગડા મિક્સ (૧૦ લોકો માટે.) સામગ્રી.
બાફેલા કાચચા વટાણા 200 ગ્રામ
બાફેલા બટાકા 3 નંગ
હળદર પાઉડર 1 ચમચી.
મિઠુ સ્વાદ અનુસાર
ઉપરોક્ત તમામ મસાલાને બરાબર ભેળવી હળદર, મીઠુ ભેળવીને ધીમાં તાપે તવામાં ગરમ કરતા રહેવુ તથા ચમચા થી પીસતુ રહેવુ જ્યારે પાણીપુરીમાં મિક્સ કરી ઉપયોગમાં લેવુ ત્યારે વધારે ગરમ ન હોય તે ધ્યાન રાખી વધારે રગડો અને પાણી માપમાં રાખી ઉપયોગમાં લેવુ.
વિશેષ આવતા અંકે .....
આ ઘરગથ્થુ રીતો આપને ગમી હોય તો ફોલો,લાઇક, શેર કરશો અને આપના સુજાવ આવકાર્ય છે.
0 Comments