TP ની વ્યાખ્યા
※ TP એટલે અંદાજે ઓરસ ચોરસ ૧૦૦૦ મીટરનો વિસ્તાર એક TP ( ટાઉન પ્લાનિંગ ) કહેવાય.
※ એક TP ની અંદર કુલ ૧૨ જેટલી સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવતી હોય છે.
આ વિસ્તારમાં આવતી સુવિધાઓ આ પ્રમાણે હોવી જોઇયે
૧) પ્લે ગ્રાઉન્ડ
૨) ગાર્ડન
3) પાર્કિંગની સુવિધા
૪) શાકભાજી માર્કેટ
૫) સરકારી શાળા
૬) સરકારી દવાખાનું
૭) વાંચનાલય
૮) કોમ્યુનિટી હોલ
૯) ઓપન પાર્ટી પ્લોટ
૧૦) વડીલો માટે શાંતિ કુંજ
૧૧) જાહેર ટોયલેટ બોક્સ
૧૨) તરણકુુંડ વગેરે.....
આ ઉપરાંત આજુબાજુની વસ્તીને ધ્યાનમાં રાખીને અમુક અંતરે (એક થી દોઢ કી.મી.) એકાદ ફાયર સ્ટેશન પણ હોવું જોઈએ જેથી કરીને આ વિસ્તારમાં કોઈ જગ્યાએ આગ લાગે કે કોઇ અઘટીત ઘટનાઓ બને ત્યારે માત્ર ગણતરીનીજ મિનિટમાં ફાયર બ્રિગેડની સેવા મળી રહે.
૧ લાખ વસ્તી વાળા વિસ્તારમાં નિયમ પ્રમાણે ૧ ફાયર સ્ટેશન હોવુંજ જોઈએ.
આટલું વાંચીને એક વાર તમારા વિસ્તાર માં આ બધી સગવડો છે કે નહી એ જરૂરથી ધ્યાન આપજો અને તમામ સુતેલા માનવો પોતાના પરિવાર ની રક્ષા વિશે, પરિવારની સુખાકારી વિશે વિચારજો કારણ કે દરેક તમે નાગરિક તરીકેનો વેરો ભરો છો,એટલે તમારો હક્ક બને છે અને ફરજમાં પણ આવે છે,
દરેક નાગરિક જાગૃત બનો.
“ પહેલુ સુખ તે જાતે નર્યા ” આ વિધાનને સાકાર કરવા સૌ નગરજનો માત્ર તમારા પરિવાર નુ વિચારો તો પણ પુરા શહેરમા આ સગવડતા તમામ લોકોને ટુંકા દિવસોમાં મળી જશે.
ન્યુઝ આઉટ તા.૧૧.૦૩.૨૦૨૧ સુરત
- પ્રકાશકુમાર વેકરીયા
જાગૃત યુવાં આગળ આવો, કોર્પોરેશન ની જવાબદારી તેના હાથે પુરી કરાવડાવો, યુનિવર્સલ ફાઉન્ડેશન તમારી સાથે છે,તમામ તૈયારીઓ અમે કાયદાને સાથે રાખી,નગર સેવકોને સાથે રાખી કરાવીશુ, માત્ર એક બનો નેક બનો.
સુતા સુતા સગવડ નહી મળે.
આ લેખની કોપી કરો,પેસ્ટ કરો,શેર કરો જે કરવુ હોય તે કરો પણ જાગો અને પ્રગતિ કરો.
જય હિન્દ
વંદેમાતરમ્
_ પ્રકાશકુમાર બી વેકરીયા
રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર ૨૦૨૦
(અઘ્યક્ષશ્રી: યુનિવર્સલ ફાઉન્ડેશન)
0 Comments