“ FIRE RESCUE ” આગ અને તેનુ મારણ



સુરત તક્ષશિલા આગ બાદ ધણા મંથનો પછી યાદ આવતી એક વાત જે ખુબ મહત્વની વાત કહી શકાય 

“ આગ અને તેનુ મારણ  ” 



આગ સામે રક્ષાત્મક પગલા શું હોઇ શકે તે એક હકીકત ને દ્રશ્યમાન કરી દૂનિયાને જાગૃત અવસ્થામા પ્રકાશમય કરવાનો હેતુ આ લેખમાં  દર્શાવવામાં આવેલ છે, જેને આપ પોતાની જાત ને અહીં મુકી વાંચશો, આ નાનકડી કડી આપના જીવન મા વ્યવહારીક રીતે જરુર ઉતરી જશે 

મહેરબાની કરીને પરીવાર ના દરેક વ્યક્તિ ને અને ખાસ કરીને  બાળકો ને ખાસ વંચાવો તથા બાળકો સાંભળે તે રીતે વાંચો.

કેટલા વર્ષ પહેલા જે.પી,  હોટલ, વસંત વિહાર, ન્યુ દિલ્હી મા આગ લાગેલ હતી જેમાં ધણા ભારતીયો તડપી તડપી ને માર્યા ગયા હતા, પરંતુ  જાપાની,અમેરીકન એક પણ ન મર્યા જાણો છો શું કામ ????  એ હું આપને આ લેખના માધ્યમથી  બતાવું છું

૧). બઘા જાપાની,અમેરીકને પોતાના રુમના બારી બારણાં ના દરવાજા નીચે ખાલી જગ્યા મા ભીના કપડાથી સીલ કરી દીઘા જેથી અંદર ધુમાડો અંદર ન આવ્યો યા તો બહુ ઓછો આવ્યો

૨). આ બઘા વિદેશી મહેમાનો એ નાક ઉપર ભીના રુમાલ બાંધી દીધા જેથી કરીને ફેફસામાં ઘુમાંડો જાય નહી. 

૩).બઘા મહેમાનો રુમ મા જમીન ઉપર સુઈ ગયા( કારણકે ઘુમાંડો હમેશા ઉપર તરફ જ જાય છે) 

  આવી રીતે જયાં સુધી ફાયર બ્રિગેડ ના આવે ત્યાં સુધી જીવતા રહેવા સફળ રહ્યા.

આગ લાગે ત્યારે વધુ પડતી મોત શરીર મા ઘુમાંડો જવા થી ગુંગળાઇને થાય છે, જયારે આગ ને કારણે ઓછી થાય છે.

કારણ કે આગ ની સ્થીતીમાં ભાગમ ભાગી કરવામાં આપણો શ્વાસ તેજ થઈ જાય છે અને ફેફસામાં ધુમાડો વધુ જાય છે અને આપણે બેહોશ થઈ જાય છીએ, 

આગ લાગે ત્યારે સુરક્ષા માટે ના થોડાં ઉપાયો

(P)  ભાગ દોડ ન કરી સંયમ જાળવો, જેથી તમે બીજા લોકોને મદદરૂપ થઈ શકો

(R) નાક ઉપર ભીનું કપડું બાંધીને જમીન ઉપર સુઈ જવું  

(A) રુમ મા બંધ હો તો કોઈ પણ જગ્યાએ થી ધુમાડો આવતો હોય તો તે જગ્યા ભીના કપડાથી સીલ કરી દયો

(k) ફાયર બ્રિગેડ ની મદદ ની રાહ જુવો

(A) તમારો મોબાઇલ કામ કરતો હોય તો લેકેશન ઓન રાખો,૧૦૦,૧૦૧,અથવા ૧૦૨ ઉપર મદદ માટે ફોન કરતા રહો, તેમને તમારા સ્થાન ની જાણકારી પણ આપો, તે તમારી પાસે સૌથી પહેલા પહોંચી જશે.

(S)  આગ કે વધારાના જોખમમા એક થી વધુ લોકો ફસાયા  હોય તો  દિવાલ બારી કે દરવાજો તોડવામાં સૌ મળી એકસાથે જોર લગાવો.

(H) આગની બનાવમાં ઉંદર કે સાપની જેમ જમીન પર સરકતા સરકતા બહારની બાજુ આવતા રહો અને આંખ, નાક ને સૌથી વધુ બચાવો.

(0P)  બહારથી જે લોકો બચાવ માં જોડાય તેઓ સિધો દરવાજો ન ખોલતા દરવાજા થી સાઇડ માં રહીને ખોલવો યા તોડવો સામે ન ઉભારહેવુ  



આમ આપણે સોશ્યલ મિડીયામાં ઘણો ટાઇમ વેડફીયે છીયે બસ એજ ટાઇમ માંથી થોડો અહી વેડફશો તો ઘણા લોકોનુ ભલુ થશે અને અનેકો ના જીવ બચી શકશે 

કુદરતી કે માનવસર્જીત દુુુર્ઘટનાઓ મા ગમે તે ફસાઇ શકે છે, આ બાબતે બધી નહી પણ અમુક જાણકારી જો લોકોમા હશે તો સઘળુ બચી શકે છે સઘળુ બચાવી શકે છે.

આ બાબતે જાણકારી હેતુ બચાવ કાર્ય ની પ્રેરણાત્મક જીવન ની એક લિંક આપવામાં આવેલી છે જેમાંથી આપ ઘણુ જાણી સમજી શકશો. 

https://prakashkumarsocialsoldierin.blogspot.com/2019/10/social-soldierind.html

જય હિંદ

વંદેમાતરમ્

    Subscribe & share  blog......

Post a Comment

0 Comments