UNIVERSAL CORONA WAR કોરોના યુધ્ધ

 

વેક્સિનેશન બાદ શું કરવું , શું ન કરવું ? 



※ ૪૫ દિવસ સુધી આલ્કોહોલ ન લેવું

※  વેક્સિનેશન બાદ એક ગંભીર પરેજી સમજી 

હરવા-ફરવા પર કાબુ  રાખવો,



※  માસ્ક - સોશ્યલ ડિસ્ટન્સનું પાલન અત્યંત જરૂરી સમજવુ,

※  બે ડોઝ લીધા બાદ કોરોના દર્દીની સારસંભાળ રાખી શકાશે


 કોરોના વેક્સિનેશન શરૂ થયા બાદ લોકોએ અનેક પ્રકારની એવી વાતો છે જેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કેમ કે વેક્સિનથી અમુક આડઅસર પણ થઈ શકે છે . જો કે અનેક જાણકારોનું માનવું 

 છે કે ભારતમાં મુકવામાં આવેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન બિલકુલ સુરક્ષિત છે .

※ આખી દુનિયામાં કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે .

ભારતમાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકોને વેક્સિન મુકી દેવામાં આવી હતી . આગળના તબક્કામાં વરિષ્ઠ નાગરિકોને વેક્સિન આપવાની તૈયારી ચાલી રહી છે . અત્યાર સુધી હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરવાનું આ સારું માધ્યમ છે અને તેનાથી

આપણને અંદાજ આવી જશે કે જિંદગી બીજી વખત પાટા પર ક્યાં સુધીમાં ચડી શકે છે પરંતુ માત્ર વેક્સિન મુકાઈ જવાથી મહામારીનો અંત થઈ જશે તે વાતની ગેરંટી અત્યારે કોઈ આપી શકે તેમ નથી . ઉપયોગમાં લેવાઈ રહેલી વેક્સિન હજુ પણ પ્રાયોગિક છે . તેના કામનું સમર્થન કરવાનું વિશ્વસનીય પ્રમાણ હજુ મળ્યું નથી . મોટાપાયે વેક્સિનેશન અને કોરોના અટકાયતી દર , વેક્સિન લેનારાની સંખ્યા અને ઉપયોગ માટે ઉપલબ્ધ ખોરાક પર પણ નિર્ભર કરે છે . જો કે વેક્સિન લીધા બાદ લોકોએ શું કરવું અને શું ન કરવું જોઈએ તેનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી બની જાય



※ વેક્સિનેશન થઈ ગયું એટલે જીતી ગયા એમ સમજવું ખોટી માન્યતા છે.



 માસ્કમાંથી છૂટકારો મેળવવાની કોશિશ કરવી એ અત્યારે સૌથી મોટી ભૂલ પૈકીની એક છે .

એક વાત ની જરુર નોંધ લેવી  કે વેક્સિન અમુક અંશે માત્ર સુરક્ષા પૂરી પાડી શકશે પરંતુ બીજી વખત સંક્રમિત થવાનો ખતરો તો રહે જ છે .

મોટાપાયે વેક્સિનેશનના લક્ષ્યાંકને સંપૂર્ણ રીતે હાંસલ કરવામાં એકાદ વર્ષ કરતાં વધુ સમય લાગી જશે જેનો મતલબ એ થયો કે હજુ પણ ઘણા લોકો ઉપર સંક્રમણનો ખતરો છેજ  એ હકીકત પણ છે. આપણને નથી ખબર હોતી કે કોરોનાનું  વાહક કોણ છે અને કોણ નથી , અમુક લોકો એવા પણ હશે જે વેક્સિનનો ડોઝ નથી લેવાના ત્યારે આવા સંજોગોમાં બધાથી બચવા માટે માસ્ક અત્યંત જરૂરી બનીને  એક મહા હથીયાર સાબીત થશે.


※ ૪૫ દિવસ સુધી આલ્કોહોલનું સેવન તો ટાળવું જ



વેક્સિન એ સમય જ કારગત સાબિત થાય છે જ્યારે મજબૂત અને સ્વસ્થ ઈમ્યુનીટી સિસ્ટમ તેનું સમર્થન કરે છે. એ જ કારણથી નિષ્ણાતો વેક્સિન લીધા બાદ આલ્કોહોલનું સેવન નહીં કરવાની સલાહ આપે છે . નિષ્ણાતોના મતે લોકોએ વેક્સિન લીધાના ઓછામાં ઓછા ૪૫ દિવસ સુધી આલ્કોહોલ પીવાનું ટાળવું જોઈએ કેમ કે આલ્કોહોલ ઈમ્યુનના કામકાજને દબાવી દે છે .


※ કોરોના દર્દીની સારસંભાળ કેવી રીતે રાખી શકશો તે જોઇયે તો...

 વેક્સિનનો સંપૂર્ણ ખોરાક કામ કર્યા બાદ તમે કોવિડ-૧૯ દર્દીઓની સારસંભાળ શરૂ કરી શકો છો . આ એક મુખ્ય કારણને ધ્યાનમાં રાખીને ફ્રન્ટલાઈન પર તૈનાત  સિવીલ ડિફેન્સ,હેલ્થકેર વર્કર્સ , ડોક્ટર,સ્વાસ્થ્ય કર્મીઓને ડોઝ પ્રાથમિકતાના આધારે મુક્વામાં આવી રહ્યો છે. બીજુકે માળખાગત સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ખુબજ જરૂર અને સાવધાની પણ રાખવાની રહેશે .

※ સોશ્યલ ડિસ્ટન્સ નો ૧૦૦% ઉપયોગ 



 છ ફૂટનું અંતર સંક્રમણને રોકવા માટેની શ્રેષ્ઠ રીત છે.  અનેક શોધકર્તાઓએ સાબિત કર્યું છે કે પર્યાપ્ત સામાજિક અંતરે મહામારીની શરૂઆતથી સંક્રમણના ખતરાને ઓછો કરવામાં મદદ કરી છે . હજુ પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન એટલું જ જરૂરી છે જેટલું પહેલાં હતું અને રહેશે.

※ વેકિસન લઈને ખોટી રીતે ફરવા ન નીકળી પડવું 




વેક્સિનેશન લીધા બાદ લોકોના મનમાં હરવા-ફરવાની ઈચ્છા પ્રબળ બનતી જાય છે જે ૧૦૦% ભારે પડી શકે તેમ છે. પર્યાપ્ત પ્રમાણમાં હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરવા સુધી ઘણા એવા લોકો પણ હશે જેમને વેક્સિન મુકાઈ નથી . આવામાં શંકા છે કે સંક્રમણ બીજા સુધી ફેલાઈ શકે છે . આપણે યાદ રાખવું જોઈએ કે વેક્સિન માત્ર શરીરમાં વાયરસને ફેલાતો રોકશે પરંતુ ટ્રાન્સમિશનનો ખતરો હજુ પણ યથાવત જ છે . બાર , રેસ્ટોરન્ટ અને બીજી જોખમભરેલી જગ્યાઓ ઉપર હજુ પણ ટાળવું જોઈએ .

આ સમગ્ર લેખ અમુક અનુભવો, અમુક જાહેરાતો, સરકારશ્રીની માર્ગદર્શિકાઓ, ડોક્ટર્સો,ફાર્માસિસ્ટોની સાથેની ચર્ચાઓ, WHO ના સેમિનાર અને વેબીનાર્સ    તથા ગુજ.ડિઝાસ્ટર ના કોર્ષ કર્યા  બાદ  પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે  જે આપને જીવનભર ઉપયોગી રહેશે જેથી આ લેખને આપના પરિવાર, મિત્ર વર્તુળ સુધી પહોંચાડી તેમની તંદુરસ્તીના અને સુખાકારીના ભાગીદાર જરુર બનો અને આગળ શેર કરો.


🇮🇳🇮🇳🇮🇳🇮🇳😷😷🇮🇳🇮🇳😷😷🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Inspirational link :

https://prakashkumarsocialsoldierin.blogspot.com/2019/10/social-soldierind.html

જય હિંદ

વંદેમાતરમ્

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Post a Comment

0 Comments