આ એક પીછું જો તમે જેબમાં કે તિજોરીમાં મૂકી દીધું તો દુશ્મન તમને ક્યારેય નહીં કરી શકે પરાસ્ત, પરેશાન.
સુરત: ૬ સપ્ટેમ્બર.
ભાગદોડવાળી જિંદગીમાં હર એક માણસ આજે સૌથી આગળ નીકળવા માંગતો હોય છે, એકબીજાની પ્રગતી કે ખુશીઓ ને કારણે માણસ પોતાના મનની અંદર એક દૂશ્મન જેવી ભાવના પેદા કરી લેતો હોય છે, જે આગળ જતા એટલુ મોટું ભયંકર રૂપ ધારણ કરે છે કે..... માણસ એકબીજાની ખુશીઓને બરબાદ કરવા સુધી પહોંચી જાય છે, વગર કારણે તમારે સામેવાળા થી હેરાન પરેશાન થવું પડતું હોય છે, તમારી હસી પણ તેને ગમતી નથી તેવા સંજોગો પેદા થઈ જાય છે, જો કોઈ તમારો માનસિક દુશ્મન પેદા થઈ ગયો હોય, અને એ કોઈ પણ પ્રકારે તમને પરેશાન કરતો હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
યુનિવર્સલ ફાઉન્ડેશનના વાંચન ચિંતન પ્રોગ્રામ તથા વાસ્તુ શાસ્ત્ર ના વાંચનથી જાણવા મળ્યું છે કે આ બાબતે તમારી તમામ માનસીક કે અંગત દૂશ્મની નો ખાત્મો કરવા તમે શનિદેવ નુ વાહન એવા કાગડાના પીંછાનો ઉપાય કરો.
જણો હવે ઉપાય શું છે.
તમારા ઘરની આસપાસ કે તમારા વાતાવરણ ની આસપાસ સૌથી વધારે કાગડાઓ ક્યાં બેસે છે ??ત્યાં જઈ આપ સૌ પ્રથમ કાગડાઓને ધરે બનાવેલી મીઠી વસ્તુ કે પછી લોટની ગોળીઓ જેવી વસ્તુ ખવડાવો (ગાંઠીયા બીલકુલ નહી) આ ઉપાય સતત દસ દિવસ સુધી કરો અને દસ દિવસના અંતે તમે આસપાસ નજર કરશો તો તમને સદ્ નસીબે કદાચ કાગડાનુ પિંછુ મળી જાય, આ પિંછા તમારે ગમે તેમ મેળવવાના રહ્યા પછી ભલે વધુ દિવસ રાહ જોવી પડે.
હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહ્યુ કે તમારે કાગડાનું સફેદ પિંછુ શોધવાનું છે સફેદ પિંછ મળી જાય તો એ તમારા સદ્ નસિબ.... કારણ કે સફેદ પિંછાને દુર્લભ માનવામાં આવ્યું છે (અમુક સમયેજ કાગડીનુ પિંછુ સફેદ થઇને ખરી જાય છે) જે ભાગ્યે જ કોઈ નસીબદારને મળતુ હોય છે,પણ કાળુ પિંછુ પણ અનમોલ જ છે.
કાગડો એ શનિદેવનું વાહન છે આપને જ્યારે પીંછુ મળે ત્યારે સૌપ્રથમ શનિદેવના મંદિરે જઈ તેને ચરણોમાં ધરવુ અને ત્યારબાદ ૨૧ વખત આ મંત્ર જાપ કરવાનો છે.
“ ઓમ શં શનેશ્વરાય નમઃ ” અને જો શનિવારે ખાસ આ મંત્રપુજા કરવામાં આવશે તો અતી ઉત્તમ કહેવાય છે.
મંત્ર પૂજા બાદ આ સફેદ પિંછું તમે તમારી જેબ માં મુકજો અને જો આ મંત્રજાપ અને પૂજા વિધિ નું કાર્ય આપ વિધિવત રીતે કરીલો છો તો..... ન તો તમારી આસ પાસ કોઈ નકારત્મક શક્તિ આવશે, ના તમારા કોઇ દુશ્મન તમારુ કંઈ બગાડી શકશે.
આ પિંછા ને ધરમાં રાખવુ ખુબજ શુભ માંનવામાં આવ્યુ છે આ પિંછાને તમે સફેદ કપડામાં વિટાળી લાલ દોરાથી બાંધી તિજોરીમાં રાખી દેશો અથવા ધન સંગ્રહ કરતા હોવ તે સ્થાને મુકી શકોછો.
આ લેખના તમામ ફોટો ઓરીઝનલ અને જાતે લીધેલા છે.
સંપુર્ણ માહિતી એક આસ્થા યુક્ત અને આ વિધી કરી ચુકેલા સજ્જનથી રુબરુ જાણી, મહેસુસ કરી સફળ વિધી કરીને ફરી પુર્ણ અધ્યયન બાદ યુનિવર્સલ ફાઉન્ડેશન અધ્યક્ષ : પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લખાયેલ લેખ.(સુરત કલે.ઓફિસ શનીદેવ મંદિર)
હિન્દી ભાષામા સમજી શકાય તેવા મંત્રો.
शनिदेव का मंत्र
ॐ शं शनैश्चराय नम:
शनि वैदिक मंत्र
ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये। शंयोरभि स्रवन्तु न:।।
शनि पौराणिक मंत्र
नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्
छायामार्तण्डसम्भूतं तं नमामी शनैश्चरम्।।
शनि बीज मंत्र
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:
આ લેખ વાંચ્યા બાદ આપનો શુભ અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરુરર આપશો.
0 Comments