No excuse just solution મન હોય તો માળવે જવાય ....એક સમયે જેના પિતા ટેમ્પો ચલાવતા !
તે આજે ભાવનગર નો ખેલાડી ચેતન સાકરિયા IPL મા 4 કરોડ 20 લાખ મા વેચાયો.
590 ખેલાડી ઓક્શનમાં સામેલ હતા અને બેંગલોરમાં યોજાનાર આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકી છે. ઓક્શનમાં સોથી પહેલા 10 મોટા ખેલાડીઓ પર બોલી લગાવી હતી અને ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગી અને કરોડોમાં ખેલાડિઓ ખરીદવામાં આવ્યા.આ સાથે આ ઓક્શમાં આ વખતે IPLમાં 33 ખેલાડીને 343.7 કરોડ રૂપિયામાં ટીમો પહેલાથી રિટેન કરી ચૂકી છે.
આ વખતે સૌરાષ્ટ્રનાં ભાવનગર શહેરના ચેતન સાકરીયાની કિસ્મત પણ ખુલ્લી ગઈ અને અને ભાવગરના લેફ્ટી ફાસ્ટ બોલર ચેતન સાકરિયા, જેની બેઝ પ્રાઇઝ રૂ. 50 લાખ હતી, તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા રૂ. 4.2 કરોડમાં ખરીદી લેવામાં આવ્યો હતો. ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત છે. ચેતન સાકરિયાનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહેલું છે.જીવનમાં તેને અનેક દુઃખો દૂર કરીને ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દીનું નિર્માણ કર્યું છે.
સૌ કોઈ જાણીએ છે કે, ફેબ્રુઆરી 2021માં, સાકરિયાને IPLની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો હતો. અને હવે તેને આ વખતે કિંમત 4.2 કરોડ મળી છે. ત્યારે ચેતન સાકરીયાનું ભાગ્ય ખરેખર તેની સાથે છે. જીવનમાં પહેલી મેચમાં તેને 1.2 કરોડોમાં ખરીદવામાં આવ્યો ત્યારે આ વખતે તેને બમણી કિંમતમાં ખરીદવામાં આવ્યો ત્યારે ચેતનના જીવનની આ એક નવી સિદ્ધિ કહેવાય.
થોડી ચેતનમાં જીવન પર એક નજર કરીએતો.....
ભાવનગરનો ચેતન સાકરીયા આજે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ છે. તેનું જીવન ત્યારે બદલાયું જ્યાતે ફેબ્રુઆરીમાં ચેતન સાકરિયાની આઈપીએલમાં પસંદગી થઈ હતી. જોકે, એ સમય પરિવાર માટે ખુશીના સમાચાર ઉપરાંત સંતાપનો પણ હતો. આર્થિક સંકડામણની વચ્ચે ચેતને પોતાની મહેનત અને પરિવારના સહકારથી આઈપીએલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે દુ:ખની વાત એ છે કે ચેતન માટે પોતાનું ભણવાનું છોડી નોકરી શરૂ કરનાર ચેતનના ભાઈએ ઉત્તરાયણના જ દિવસે આત્મહત્યા કરી હતી. ત્યારબાર ચેતન આઈપીએલમાં રમી રહ્યા હતા ત્યારે ગત મહિને એમના પિતાનું કોરોનામાં નિધન થયું હતું.જીવનમાં એક પછી એક અનેક મુશ્કેલીઓ આવી છતાંય ચેતન ક્યારેય નાસીપાસ ન થયો.
ચેતનના પિતાજી ટેમ્પો ચલાવતા હતા અને આર્થિક ભીંસ નાં કારણે ઘણી વખત ઈંટોના ભઠ્ઠામાં પણ કામ કરવા જવું પડતું. ચેતનના પપ્પાનો અકસ્માત થતાં તેઓ પણ વિકલાંગ થઈ ગયા. છતા પણ એના પિતા ટેમ્પો ચલાવતા રહ્યા. ચેતન ઘરમાં સૌથી મોટો તેને એક નાનો ભાઈ અને બહેન હતાં.મામાની ભાવનગરમાં સ્ટેશનરીની દુકાન હતી. ચેતન ભણવામાં હોશિયાર હોવાથી મામા તેને સરકારી અધિકારી બનાવવા માગતા હતા પણ ચેતન ને ક્રિકેટર બનવું હતું પણ પરિવારની સ્થિતિ નબળી હતી માટે મારે એને અધિકારી બનાવવો હતો.
તે ભણવામાં હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યે પણ લગાવ એટલોજ હતો.
ચેતન ક્રિકેટ સારું રમતા હોવાથી તેમના ભાઈએ પણ તેમનો સાથ આપ્યો. ચેતનના પિતાએ માંદગી અને ઉંમરના કારણે થોડાક સમય પહેલાં જ ટેમ્પો ચલાવવાનું છોડી દીધું છે. અંડર 19માં કૂચ બિહાર ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા તેમણે છ મૅચમાં 18 વિકેટ લીધી, તેમણે કર્ણાટક સામે પાંચ વિકેટ લેતાં તેઓ લોકોની નજરમાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનને ચેતનને એમઆરએફ પેસ ફાઉન્ડેશનની ઍકેડેમીમાં મોકલ્યા. ત્યાં તેમને ગ્લેન મૅકગ્રા પાસેથી ટ્રેનિંગ મળી અને ચેતને પોતાની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચાડી.ચેતન જ્યારે એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં રમવા પહોંચ્યા ત્યારે તેમની પાસે સ્પાઇકવાળાં શૂઝ નહોતાં. કૂચ બિહાર ટ્રૉફીમાં બીજાનાં શૂઝ પહેરીને રમ્યા હતા. એમઆરએફ ફાઉન્ડેશનની ઍકેડમીમાં તેઓ રમવા જાય તે માટે તેમને શુઝ શૅલ્ડન જૅક્સને આપ્યાં હતાં. 2018-19ની સિઝનમાં તેમને ખાસ કોઈ તક મળી ન હતી. તેમને સૌથી જોરદાર તક રણજી ટ્રૉફીમાં મળી હતી. પહેલી રણજી ટ્રૉફીની મૅચ ગુજરાત સામે રમ્યા જેમાં તેમણે પાંચ વિકેટ લીધી હતી. આખી ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી આઠ મૅચ રમીને તેમણે ત્રીસેક વિકેટ લીધી હતી.ગુજરાતના સૌરાષ્ટ્રમાં યોજાયેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પણ તેઓ મૅન ઑફ ધ સીરિઝ બન્યા હતા અને જીવન ત્યારે બદલાયું જ્યારે આઇપીએલમાં ચેતનની પસંદગી રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર દ્વારા નેટ બૉલર તરીકે થતાં તેઓ બેંગ્લુરૂની ટીમ સાથે દુબઈ પણ ગયા હતા અને આજે તે ભારતીય ટીમનો હિસ્સો છે અને આજે જીવનમાં ખૂબ જ આગળ વધીને સફળતા મેળવી લીધી છે, ભવિષ્યમાં ચેતન વધુ સફળતા મેળવશે.
0 Comments