🛢️🛢️ ઢિંચણીયુ 1920-2020 🛢️🛢️

 




ઢીંચણિયા નુ મહત્વ કેટલુ  ???
ઢીંચણીયા બંધ કર્યાના ટુંકા વર્ષોજ થયા છે ત્યારે આજ ઢીચણ નવા નખાવવા લોકો લાઇનમાં છે......
સંસ્કૃતીને જ્યારે જ્યારે ભુલવામાં આવી ત્યારે ત્યારે સંસ્કૃતીનો રંગ દેખાયો છે.

એમાનુ એક અંગ; જેની જગ્યાએ  હવે ડાઇનીંગ ટેબલે લીધી તે .....#ઢીંચણિયું જમણી વખતે ગોઠણ નીચે રાખવામાં આવતું એક આરોગ્ય રક્ષક સાધન છે;
જે કાઠિયાવાડ - સૌરાષ્ટ્ર બાજુ અમરેલી અને ભાવનગરના ગામડાઓમાં વધું જોવા મળતું, પણ હવે તે લુપ્ત થતું જાય છે, અથવા લુપ્ત થઇ ગયુ એવુ કહીયે તો પણ ખોટુ નહી...

તો જાણીએ ઢીંચણિયાંની આશિર્વાદીત વિશેષતા..




#ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે,  એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે.
ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડુ વગેરે મિષ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે, અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ #ઢીંચણિયું મૂકી ચંદ્રનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય.


#સાર: હજુ પ્રકૃતિ તરફ વળવાનો સમય છે. બાકી પ્રકૃતી આપણને જરુર વાળી દેશે.

Post a Comment

0 Comments