RAJULA-JAFRABAD SNEHMILAN-2(surat)

RAJULA JAFRABAD SNEHMILAN-2 

      એક અનોખી પ્રેરણા આપતુ રાજુલા-ઝાફરાબાદ લેઉવા પટેલ સમાજ નુ  સ્નેહમિલન.
જેમા 8000 લોકો દ્વારા    “ નો પ્લાસ્ટિક ” ની પ્રતિજ્ઞા લઇ “ સ્વચ્છ ભારત મિશન ” ને સમર્થન 



તારીખ 22/12 2019 ના રોજ બપોર 03:30 થી સાંજ ના  06:55 સમય દરમિયાન આર.જે.ડી ફાર્મ સરથાણા  સુરત  ખાતે મોહનભાઇ હેમાળ (ગાંધી) ની અધ્યક્ષતા માં દીપ પ્રાગટ્ય તથા પ્રભુ પ્રાર્થના ની શરુઆત થી રાજુલા તથા ઝાફરાબાદ તાલુકા ના 28/30 ગામના વતનીઓ નુ મહા સ્નેહ મિલન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ 


આ પ્રસંગે 7 થી 8 હજાર માણસો સમુહીક રીતે એકત્ર થયા
જેમા સમાજ ના આગેવાનો,  સામાજીક અગ્રણી ઉદ્યોગપતિઓ સમાજ ના તારલાઓ ,વિશેષ્ સન્માનિત વ્યક્તિઓ  તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નુ સરસ્વતી સન્માન નુ આયોજન કરવામા આવ્યુ.





તથા  આ પ્રસંગે રક્તદાન કેમ્પ, સ્વચ્છતા વિશેષ કાર્યક્રમ,  સમાજ ની વિવિધ બદીઓ નાબુદી, નકામા કુરીવાજો હટાવવા,કાર્યકર્તા સન્માન, યુવા વિકાસ, સમાધાન પંચ,નારીસંરક્ષણ,બાળ વિકાસ, તથા જગત ના તાત ગુજરાત ના ખેેડુતો ને પડતી મુશ્કેલીઓ નિવારણ કાર્યક્રમ જેવા મુદ્દે આયોજનો થયા 

 તથા  સમગ્ર ભારત મા ક્યારેય ન થયુ હોય તેવુ વિશેષ આયોજન“ સ્વચ્છ ભારત મિશન ” ને સીધીરીતે વેગ મળે તે હેતુ સમગ્ર દેશને પ્રેરણા રુપ દાખલો બેસાડવા સમાજ ને મહદઅંશે પ્રગતી પંંથે લઇજવા
“સિવીલ ડીફેન્સ ઓફ ઇન્ડીયા” ના વોલીયેન્ટર (સૈનિક)
સુરત તક્ષશિલા અગ્નિકાંડ મા બચાવકામગીરી માં મુખ્ય પાત્ર અને તાપી નદી માંથી બે-બે  દીકરી દીકરી ને જીવતા ઉગારનાર “ સોશ્યલ સોલ્ઝર એવોર્ડ 2019 ” થી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા 100 દિવસ મા એક લાખ લોકો સુધી પહોંચાડવા 47000 લોકોને રાષ્ટ્ર સફાઇ ની શપથ આપ્યા બાદ આ સમારોહ માં  સામુહીક રીતે 8000 વ્યક્તિઓ એક સાથે એકમંચ પરથી સ્વચ્છતા અંગે નો પ્લાસ્ટિક ની  વિવિધ 10 પ્રતિજ્ઞાઓ લેવડાવવામા આવી 


****OPEN LINK*****



   
  **OPEN LINK  TO SEE VIDEO**



વિવિધ પ્રતિષ્ઠાઓના સન્માન તથા ૪૦૦વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ,નોટબુક વિતરણ કરવામા આવ્યુ.





તથા આ રાજુલા-ઝાફરાબાદ તાલુકા સ્નેહમિલન ના આયોજક હાર્દીક કોટડીયા તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા સમાજ ને હંમેશા વિકાસ ની દીશાએ લઇજવા તથા રાજુલા ઝાફરાબાદ તાલુકા મા દરેક ગામમા લેઉવા પટેલ ના દીકરા-દીકરીઓ વધુ પ્રમાણ મા કેવી રીતે આઈ.પી.એસ અને આઈ.એ.એસ બને તે વિશે વિવિધ વક્તવ્યો આપવામા આવ્યા, 


**OPEN LINK**

ઉપરાંત સમાજના આગેવાનો દ્વારા ઘણા બધા વધારાના રીવાજો હંમેશા માટે  ડીલીટ કરવા વિવિધ શપથ લેવાયા ,
અને પ્રોગ્રામ ના અંતે તમામ લોકો સામુહીક ભોજન સમારંભ મા શિષ્ટબધ્ધ રીતે સમાવિષ્ઠ થયા,

આ આયોજન ને પાર પાડવા રાજુલા ઝાફરાબાદ ના તમામ યુવાનો એક સમાન થઇ નાના મોટા કે  હોદ્દેદારો બન્યા વગર માત્ર કાર્યકર્તા ની ભુમીકા નિભાવવામાં આવી,
આ સ્નેહ મિલન ના મુખ્ય હેતુ અને વિચાર ધારા આ પ્રમાણે રહી.

આ પ્રસંગ ને   કંંઇક અલગ રીતે ઉજવવાના પ્રયાસ રુપે તમામ પ્રેસ મિડીયા ને આમંત્રીત કરવામા આવ્યા તથા સાથેે ભોજન  તથા રક્તદાન  જેવા કાર્યક્રમો, પર્યાવરણ રક્ષા હેતુ આવનારા લગ્નો માં  કંકોત્રી ની જગ્યયાયે મીડીયા કાર્ડ નો ઉપયોગ ની પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામા આવી.તથા ઇશ્વર પ્રાર્થના અને અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહ નાા વધામણા કર્યા.

***OPEN LINK***

#સ્વચ્છ ભારત મિશન
#સ્વચ્છ સુરત 
#ક્લીન સુરત

Post a Comment

0 Comments