સમગ્ર ગુજરાત શ્રી વેકરીયા પરિવાર ૯મો સ્નેહમિલન સમારોહ - સુરત

સમગ્ર ગુજરાત વેકરીયા પરિવાર 9મો સ્નેહમિલન સમારંભ.

             તા 11/01/2020 ના રોજ બપોરે 3:30 થી 9:30 દરમિયાાન યોગેશ્વર ફાર્મ , મોટાવરાછા અબ્રામા રોડ , સુરત ખાતે સમગ્ર ગુજરાત શ્રી વેકરીયા પરિવાર સ્નેહમિલન ના મહા સમારંભ નુ આયોજન થયુ 


જેમા “ સેવ ટ્રી ” ના મેસેજ ને વેગવંત કરવા કંકોત્રી કે આમંત્રણ કાર્ડ નો ત્યાગ કરી  માત્ર સોશ્યલ મિડીયા દ્વારા મીડીયા કાર્ડ ના ઉપયોગ થી   સમગ્ર ગુજરાત માંથી ૭ થી ૮ હજાર લોકો પધાર્યા તથા આ સમારોહ માં  સુરત મ્યુ. કમિશ્નર શ્રી તથા આસિ.કમિશ્નર શ્રી, તથા સરકારી અધીકારીઓ અને ગુજરાત ના  વિવિધ શહેરો માંથી વિશેષ સન્માનીત વ્યક્તિઓ, વેકરીયા પરિવાર ના તમામ ટ્રસ્ટીઓ તથા વિશેષ વિભુતિઓ પધાર્યા.



             આ સમારોહ માં  એક ઐતિહાસીક પ્રસંગ બન્યો  જેમા   પધારેલા તમામ મહેમાનો ના હાથે વેકરીયા પરિવાર સાથે રહી સુરત મ્યુ.કમિશ્નર અને મોટાવરાછા SMC ટીમ દ્વારા હજારો લોકો ને સ્વચ્છતા વિશે  તથા નો પ્લાસ્ટિક વિશે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામા આવ્યુ, રક્તદાન કેમ્પ નુ આયોજન  તથા થેલેસેમીયા ના દર્દીઓ ને રક્ત ની ખપત ન રહે  અને સહેલાઇથી લોહી મળી રહે તે હેતુ  મોટી સંખ્યા મા પરિવાર ના સભ્યો દ્વારા રક્તદાન પણ કરવામાં આવ્યુ

Open link  : 

https://youtu.be/_MtAZ7hua6E

ઉપરાંત પરિવાર ના અલગ અલગ વક્તાઓ ના મુખે ઘણા વિષયો ઉપર સમાજ પ્રગતિ હેતુ વક્તવ્ય આપવામા આવ્યા તથા વેકરીયા પરિવાર માંથી “ સિવિલ ડીફેન્સ ઓફ ઇન્ડીયા ” ના વોલીયેન્ટર અને સોશ્યલ સોલ્ઝર પ્રકાશકુમાર વેકરીયા દ્વારા શિષ્તબધ્દ રીતે સાવધાન પોઝીશન માં એક સાથે સામુહીક રીતે   7 થી 8 હજાર જેટલા લોકો ને " નો પ્લાસ્ટિક " ની વિવિધ ૧૦ પ્રતિજ્ઞાઓ લેવડાવવામા આવી.




તથા સ્વચ્છતા સર્વેક્ષણ પર્વ મા પબ્લિક વોટીંગ નુ પણ આયોજન થયુ  તથા આ સમારોહ માં પધરારેલા મહેમાનો ને ટ્રાફીક સહયોગ હેતુ બહાર સાઇડથી  સુરત પોલીસ નો પણ સારો સહયોગ રહ્યો.


         ઉપરાંત વેકરીયા પરીવાર ના આ વર્ષે નવા નિયુક્ત તથા નવનિયુક્ત સરકારી અધીકારીઓ  જેમકે  પોલીસ ઇન્સપેકટર્સ, પાઇલોટ્સ, વકીલ, ડોકટર્સ, સિવીલ ડીફેન્સ, તથા વિવિધ સામાજીક સૈનિકો અને વિશેષ સન્માનિત પ્રતિભાઓ ના સન્માન કાર્યક્રમ નુ  પણ વિશેષ  રીતે આયોજન કરવામાં આવ્યુ. અંતે
“ અન્ન ભેગા તેના મન ભેગા ” આ વાક્ય ને સાકાર કરવા વેકરીયા પરિવાર ના તમામ  પરિવારજનો એ સાથે બેસી  સામુહીક ભોજન પણ લીધુ, અને હાસ્ય કલાકારો તથા ભજન સત્સંગ ભરી સંંગીત સંધ્યા ની રંગત માણી અને રાષ્ટ્રગાન સાથે સમારોહ ને સમાપન કર્યો.
         સમગ્ર ગુજરાત શ્રી વેકરીયા પરિવાર  તરફ થી તમામ સમાજ ને રાષ્ટ્ર પ્રેમ ની જાંખી ની પ્રતીતી કરાવતો એક દાખલો પણ  આપવામા  આવ્યો  બસ આવીજ રીતે તમામ સમાજો, પરિવારો દ્વારા આ  રીતે જો રાષ્ટ્ર ના કાર્યો  કરવા/ કરાવવામાં આવે તો સોના ની મુરત એવુ સુરત શહેર મહીનાઓ નહી પણ દિવસોમાં  સમગ્ર વિશ્વ માં  સ્વચ્છતા માટે હંમેશા પ્રથમ નંબરે રહેશે.


Post a Comment

0 Comments