Aastan kanya vidhyalay annual funcation 2019/2020

Aastan kanya shala annual funcation .


આસ્તાન કન્યાશાળા બારડોલી એન્યુઅલ ફંક્શન 2019


OPEN LINK  :-

https://youtu.be/SqDaxLITUaI




20/01/2020  સવારે ૧૦ થી ૦૩ વાગ્યા દરમ્યાન ના રોજ બરડોલી માં સાર્વજનીક વિદ્યામંડળ અાસ્તાન કન્યા શાળા ખાતે  સામુહીક રીતે તમામ ટ્રષ્ટીઓ, દાતાઓ, પરદેસ થી વિશેષ આમંત્રીત મહેમાનો ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી  એન્યુઅલ ફંક્શન તથા શિક્ષક વિદાય સમારંભ  ,સરસ્વતી સન્માન કાર્યક્રમ નુ આયોજન થયુ



જેમા ૩૫ વર્ષ થી સેવા આપતા શિક્ષકો , આચાર્ય શ્રી નિવૃતિ વિદાય તથા વિવિધ સેવકો નુ સન્માન કરવામા આવ્યુ તથા કન્યાશાળા આસ્તાન અને માલીબા કોલેજ બારડોલી ના પ્રમુખ શ્રી  ના મુખે તમામ વિશિષ્ઠ પ્રતિભાઓ નુ સન્માન અભિવાદન કરવામા આવ્યુુ અધ્યક્ષશ્રી ના હસ્તે સૌ કુશળ પ્રતિભાઓને પુષ્પગુચ્છ અને  છાલ થી સન્માાનવામાં આવ્યા.
તથા આ શાળામાં ભુતકાળ મા અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીનીઓ જેઓ હાલ માં અમેરીકા સહીત વિવિધ દેશો માંથી પધાર્યા હતા તેઓના પણ સન્માન કરવામા આવ્યા,

તથા પ્રથમ દ્રીતીય્,તૃતિય એમ વિવિધ શ્રેણી ની વિદ્યાર્થીની ઓ ને  મેડલ ,એવોર્ડ,પ્રમાણપત્રો થી સન્માનીત કરવામાં આવ્યા,આ ઉપરાંત ગૌરવ લેવા જેવો પ્રસંગ એ પણ રહ્યો કે આસ્તાન કન્યાશાળા બારડોલી ને આ વર્ષ  બેસ્ટ સ્કુલ નો રાજ્ય કક્ષા ના એવોર્ડ થી સન્માન પણ આપવામાં આવ્યુ,
આપ્રસંગે ૨૦૦૦ જેટલા વાલીઓ, વિદ્યાર્થીનીઓ શિક્ષકો હાજર રહ્યા,આ કાર્યક્રમ માં સૌ વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીનીઓ ,આમંત્રીત મહેમાનો  સાથે બેસી ને ભોજન પણ લેવામા આવ્યુ,
 તથા રાષ્ટ્ર કાર્ય ને વેગ આપવા પ્રેરણા રુપ ૧૦ અલગ અલગ શ્રેણી ની ક઼ૃતિઓ, સાંસ્કૃતિક ગરબા,વિશેષ પ્રતિભાઓ ની કૃતિઓ વેશભુશા,વિવિધ પ્રતિભાઓ ના મુખે સ્વચ્છતા વિશેષ કાર્યક્રમ, પ્રગતિમય અભ્યાસ વિશેષ વક્તવ્યો આપવામા આવ્યા


 આ ઉપરાંત કન્યાશાળા માં અભ્યાસ બાદ કઇ કઇ ફેકલ્ટી માં જવા બાબતે અને ઉચ્ચતર અભ્યાસર્થે વિદેશ અભ્યાસ ના વિવિધ રાહ બાબતે  સલાહ સુચન, અને ન્યુંતમ ફી માં દીકરીઓને અભ્યાસ ના આયોજન કરવામા આવ્યા.
તથા  બારડોલી કન્યાશાળા આસ્તાન દ્વારા આમંત્રીત વાલી અને અનેક સંસ્થાઓ ના મંચ થી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા (સોશ્યલ સોલ્ઝર) ના હસ્તે  ૨૦૨૦ સ્વચ્છતા સર્વેક્ષણ ને વેગ આપવા સ્વચ્છતા વિશે અને "નો પ્લાસ્ટિક " ની વિવિધ ૧૦ પ્રતિજ્ઞાઓ લેવડાવી ને રાષ્ટ્ર સફાઇ ને વેગવંત કરવા પ્રેરણા રુપ મેસેજ આપ્યો.

Open link

https://youtu.be/iX9dF7Eavf0

સમારોહ અંતે રાષ્ટ્ર સ્વછતા શપથ ગ્રહણ અને રાષ્ટ્રગાન કરી સૌએ સાથે સ્વરુચિ ભોજન ગ્રહણ કર્યુ.
આવા રાષ્ટ્રકાર્યો તથા  વિશેષ કાર્યો તમામ  સંકુલો માં કરવામાં કરવાંમાં આવે તો ગુજરાત નુ શિક્ષણ દેશ લેવલે તો વખણાશેજ પણ વિશ્વ લેવલે પણ વખણાશે.


Post a Comment

0 Comments