LIONS OF SUDAN

“ LIONS OF SUDAN  ”

આ સીંહ છે કે કુતરા  ??????

સિંહ જંગલનો રાજા હોય છે. સિંહની ગર્જનાં થી તમામ પશુઓ સહિત મનુષ્ય પણ ફફડી ઉઠે છે. સાથે સાથે સિંહની તાકાત તેની ઓળખ છે. પંરતુ ઘણી વખત પ્રાણી સંગ્રહાલયનાં સિંહોની હાલત દયનીય અને કફોડી હોય છે.



 ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સૂડાનની રાજધાની ખાર્તૂમનાં અલ-કુરેશી પાર્કથી સામે આવ્યો છે.ત્યાનાં પાંચ સિંહો કુપોષણનાં શિકાર થયા છે. તેઓ એટલા નબળા થઈ ગયા છે. તેમનાં શરીરનાં હાડકા પણ સ્પષ્ટ પણ નજરે આવી રહ્યા છે. આ સિંહોનાં ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર વાયરલ થયા પછી તે


મને અન્ય જગ્યા પર શિફ્ટ કરવાની માંગ ઉઠી રહી છે.
આ મામલા પર એક્ટિવિસ્ટ ઉસ્માન સાલિહે ફેસબુક પર લખ્યું કે જ્યારે મેં આ સિંહોને પાર્કમાં જોયા તો તેમનાં શરીર માંથી તેમનાં હાડકા બહાર દેખાઈ રહ્યા હતા. તેથઈ હું સારા હ્રદયનાં માણસો અને સંગઠનોનો આ પ્રાણીઓની જીંદગી બચાવવાની અપીલ કરુ છું. લોકો આ સિંહોને એવી જગ્યા પર મોકલવામાં આવે જ્યાં તેમનું સારી રીતે ભરણ પોષણ થઈ શકે.


પાર્ક અધિકારીઓએ અને પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા અઠવાડીયોમાં સિંહોની હાલત અત્યંત ખરાબ થઈ છે. જેમાં ઘણાનું વજન અશંતહ બે તિહાઈ સુધી નીચે પડ્યું છે. પાર્ક મેનેજર ઈસામેલુદ્દીન હજ્જારે જણાવ્યું કે ખોરાક હંમેશા ઉપલબ્ધ હોતો નથી. ઘણી વખત પોતાનાં ખિસ્સામાંથી ખાવાનું ખરીદવું પડે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાણીસંગ્રહાલય ખાર્તૂમ નગરપાલિકા દ્રારા મેનેજ કરવામાં આવે છે.


હાલનાં સમયે સૂડાનની અર્થવ્યવસ્થા અત્યંત ખરાબ
પરીસ્થિતીથી પસાર થઈ રહી છે. અહિંયા વિદેશી મુદ્રા ભંડાર પૂર્ણ થવાના આરે છે. આ કારણે અહિંયા ખાણી-પીણીની વસ્તુંઓનાં ભાવ આકાશને આંબી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર 1993થી 2014 સુધી સિંહોની સંખ્યામાં સતત 43 ટકાનો ઘટાડો થયો છે.


Post a Comment

0 Comments