તબેલામાં આગ ૧૮ ગાયો સહીત પશુઓ ખાખ

ભરુચ જીલ્લા ના કંબોડીયા મા તબેલામા આગ

૧૭ ગાયો સહીત એક ઘોડી બળી ને ખાખ 




ભરુચ જીલ્લા ના કંબોડીયા ગામ ખાતે કિસાન વિકાસ સંઘ સાથે જોડાયેલા અને કિસાનો પ્રત્યે ઉમદા જવાબદારી નિભાવતા રામજીભાઇ રાખોલીયા પોતાની વાડીમાં તબેલો બનાવી પશુપાલન તથા ખેતી કરી ગુજરાન ચલાવી રહ્યા છે 


આજ તા. ૧૦.૧૨.૨૦૨૧ રોજ બપોર ના ૧૨:૦૦ વાગ્યાના સુમારે અચાનક અગમ્ય કારણોસર તબેલામાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી જેમા તમાંમ ૧૭ ગાયો અને એક ઘોડી  બાંધેલી હાલત માં સ્થળ પરજ આગમાં બળી ને દેહત્યાગ કર્યા હતા, આ બનાવ માં લાગેલી આગનુ કારણ અકબંધ રહ્યુ અને બનાવ સ્થળે ગામલોકોએ મળી આગ ઠારવાની કામગીરી કરી હતી જેમા બીજી કોઇ માનવ જાન હાની થઇ નથી, બાદમા આ ગંભીર બનાવ બાબતે  નેત્રંગ પોલીસ તપાસ કરી રહી છે



આ દૂ:ખદ્ ઘટના બાદ તમામ દુધાળા પશુ તથા જીવથી વ્હાલી ઘોડી  ગુમાવવાના દૂ:ખ મા ખેડુ પશુપાલક ને ખુબ આઘાત લાગ્યો છે 



તથા કિસાન વિકાસ સંઘ પણ દૂ:ખ વ્યક્ત કરેછે,  આ કમકમાટી ભર્યા બનાવ બાબતે  કિસાન વિકાસ સંઘ,ગુજરાત ના પ્રમુખશ્રી દિનેશ રાખોલીયા તથા ઉપપ્રમુખશ્રી પ્રકાશકુમાર વેકરીયા એ ગંભીર નોંધ લીધી અને આગામી પગલારુપે આ બનાવ માં ખેડુત પશુપાલક ને થયેલ નુકશાન બાબતે  સરકારશ્રી પાસેથી પુરેપુરુ વળતર મળે તે બાબતની જવાબદારી ઉઠાવી જગતના તાત ને આશ્વાસન રુપે હૈયાધરપત આપી.


કિસાન વિકાસ સંઘ હંમેશા ખેડુ હીતલક્ષી કાર્ય કરતુ આવ્યુ છે તથા આવનારા સમયમા ખેડુતોની હર મુશ્કેલીએ હંમેશા ખેડુની પડખે ખડેપગે કિસાન વિકાસ સંધ અડગ ઉભુ રહેશે.


જય કિસાન


Post a Comment

0 Comments