ઇસ્ટ ઝોન Aઅને B કોવિડ વેક્સિનેશન સેન્ટર મોટાવરાછા, સુરત

ઇસ્ટ ઝોન Aઅને B કોવિડ વેક્સિનેશન સેન્ટર મોટાવરાછા, સુરત



             સુરત મ્યુ કમિશનરશ્રી તથા આસી.કમિશ્નરશ્રી ની સલાહ સુચન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ ની જાળવણી કરી સરકારશ્રીની તમામ માર્ગદર્શિકાનુ પાલન થાય તે રીતે સુરત, મોટાવરાછા વિસ્તારની સમગ્ર જનતાને વિનામુલ્યે કોરોના વેક્સિન મળી રહે તે હેતુ તા. ૨૫ માર્ચ ૨૦૨૧ થી સુરત મ.ન.પા આયોજીત અને યુનિવર્સલ ફાઉન્ડેશન સહયોગી ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરીકો માટે વેક્સિન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે.


 તેમાં મોટાવરાછા, ગોપિનાથ સો.સા ની પાછળ  એમ.આઇ શાળા સંકુલ (મદ્રેસા) તથા અબ્રામા રોડ  સંસ્કાર તીર્થ શાળા ઉપરાંત  વિવિધ સ્થળોએ કોરોના રસીકરણ ચાલુ થઇ ગયા છે, જે કોવિડ વેક્સિન સેન્ટરો પર રોજ અસંખ્ય લોકો  રસી લઇ રહ્યા છે, તો આ બાબત ને સુરક્ષાના પગલે ધ્યાન માં રાખી મોટાવરાછા સહીત સુરત શહેરના તમામ જાગૃત નાગરીકોને  યુનિવર્સલ ફાઉન્ડેશન તથા સુરત મ્યુ.કોર્પોરેશન દ્વારા આહવાન કરવામાં આવે છે.

આંગણે આવેલ મોકો જતો ન રહે તે તકેદારી રાખી સૌ પ્રજાજનો પોતાની તથા પોતાના પરિવાર ની સુરક્ષા હેતુ કોરોના રસીકરણ માં સ્વેચ્છાએ ભાગ લે અને પોતાને સુરક્ષીત બનાવી તથા સૌને આ બાબતે પ્રોતાસાહીત કરે તે યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા  એક યાદીમાં જણાવવામાં આવ્યુ.





 આ સાથે યુનિવર્સલ ફાઉન્ડેશન  દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે શહેરમાં કોઇપણ વિસ્તારમાં જાગૃત નાગરીકોની પ૦ થી વધુ સંખ્યામાં જો  કોવિડ રસીકરણમાં ભાગ લેવા વાળા વ્યક્તિઓ હશે તો તેમને પોતાના વિસ્તારમાં પોતાની સોસાયટીમાં ઘર બેઠા એકજ સ્થળે વેક્સિન આપવામાં આવશે.

Post a Comment

0 Comments