40 વર્ષ થી ઓછી ઉંમર ના લોકો ને ખાસ વાંચવુ..
5 મિનિટ સમય કાઢી આ લેખ વાંચજો કડવો લાગે તો શેર કરજો, અંતે લ,
કોમેન્ટ, લાઇક અને ફોલો જરુર કરજો
હાલની પરિસ્થિતિઓમાં એકદમ લાગુ પડતી અને બંધબેસતી આ વાત છે...
જોઇયે આપણા પરિવારોમાં #1G, #2G, #3G, #4G અને #5G....!
આપણા પરિવારોમા આજે જે કાંઈ સાધન સગવડ કે પૈસે ટકે સુખી સંપન્ન છીએ એમાં છેલ્લી ચાર ચાર પેઢીઓની અથાગ મહેનત, લગન, પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ.
આજે ગાડી બંગલામાં પહોંચતા ચાર ચાર પેઢીઓ હોમાઈ ગઈ છે; અને એ પણ કોઈ સીધા સરકારી લાભો કે આરક્ષણ વગર. હ્રદયની રખાવટ, આપબળે.... સ્વમહેનતે... સ્વમાનભેર...!!
#1G : આપણા વડદાદાઓ..
ડુંગળીનો દડીયો, છાશ, કઢી રોટલો,
ધોતી કેડિયું વાળી પેઢી.
રાત દા'ડો જોયા વગર કાળી મજૂરી કરી પેટે પાટા બાંઘીને પણ જેમતેમ ગાડું ગબડાવ્યું. ટૂંકમાં આ પેઢીએ જીવન ચલાવ્યું ને કંઈક ભેગું કર્યું.
#2G : આપણા આતા (દાદાઓ)
ઘી-દૂધ, શીરો-મગ ચણાનો ખોરાક
ધોતિયું-પહેરણ-ટોપી.
જેટલા મહેનતુ એટલા જ ગણતરીવાળા. શિક્ષણનું મહત્વ આ લોકો બહુ પહેલા સમજી ગયા, અને આપણા બાપાઓ ને ભણાવ્યા. જે પોતે ભણી ના શક્યા એમને બચત કરી શહેરો તરફ તગેડ્યા, અને એમને નોકરી ધંધામાં વાળ્યાં; ટૂંકમાં આ પેઢીએ ભેગું કર્યું..!
#3G : આપણા બાપાઓ
શ્રીખંડ, રસ, રોટલી,
પેન્ટ-શર્ટ, સફારી, શુટ-બુટ, ટાઇ-મોજા.
શહેરોમાં ટકડી (બેગ) બાંધીને આવ્યા, કરકસર, સંઘર્ષ, આયોજન, સેફ સાહસો કર્યા, ખૂબ રાજકીય/સામાજિક/ધાર્મિક પહોંચ બનાવી, ખૂબ મહેનત કરી, અને આજે દુકાનો કારખાના ઓફીસો/જમીન - જાયદાદ/ગાડી-બંગલા ખડા કરી દીધા. તમારા બાપુજી (પપ્પાને) આજે એમની સંઘર્ષની કહાની પૂછજો મજ્જા આવશે.
ટૂંકમાં આ પેઢીએ વધાર્યું...!
#4G: એટલે આપણે બધા..
પંજાબી - ચાઈનીઝ - અનલિમિટેડ થાળી.
જીન્સ/ટી-શર્ટ વાળી પેઢી.
પાવલીની આવક અને રૂપિયાનો ખર્ચો; સ્માર્ટ ફોનવાળી પેઢી, પાર્ટીઓ, ખર્ચાઓ, દેખાડાઓ, હોટલો, આબુ-દિવ-દમણ અને શેર-સટ્ટાઓ, ડાયરા - ડીજે.......... સમજી ગ્યા કે પછી લાંબુ ચલાવું.....?
ટૂંકમાં મેક્સીમમ આ પેઢીએ ઉડાવ્યું...!
હા... હાલની આ પેઢી ખૂબ જ આક્રમક, પોતાના હક્ક અને અધિકાર માટે સામી છાતીએ લડનાર, ઘર, સરકાર કે સિસ્ટમ સામે ખુલ્લું બંડ પોકારનાર.. બાહોશ અને બળવત્તર પેઢી છે, બસ જરૂર છે તો આડંબર વગરના જીવનની, નવા વ્યસન રહીત એમને સમયસર એક સાચી દિશા ની સાચા માર્ગદર્શનની, સાચા વિચારોની.
#5G: આપણા દીકરી/દિકરાઓ (દિ વાળે ઇ....)
મેગ્ગી - મસાલા ઢોસા - બોર્નવિટા,
બર્ગર/પીઝા - પાઉં - પોપકોર્ન વાળી પેઢી..
ફાટેલા જીન્સ અને બરમુડા ની પેઢી..
લાઈફમાં બધું જ એકદમ સેટ..! એકદમ રેડી..!
માલ ખાય મદારી વળ ખાય વાંદરા
કોઈ જ ટેન્શન નહીં.
કોઈ મગજમારી નહીં.
કોઈ જવાબદારી નહીં.
કોઈ ચિંતા કે ઉચાટ નહીં.
લાઈફમાં કોઈ મિશન કે મહત્વાકાંક્ષા પણ નહીં.
ઘર-ગાડી-બંગલા બધું જ રેડી ટુ યુઝ...!
કિક મારી ને ચલ મમ્મી ચાઇલો......
ટુંકમાં આ પેઢી તમારા જ પૈસે તમને પાર્ટી આપે. ગિફ્ટ આપે. અને પાછા શીખવાડે કે પપ્પા આમ સ્ટાઇલમાં રેવા'નું.
બોલો...!!!!
પણ આ જનરેશન ખૂબ જ ફાસ્ટ છે; ખૂબ જ સ્માર્ટ છે, ખૂબ જ ચબરાક છે.
જો..જો.. સંભાળજો વ્હાલા.........
ખૂબ જ અધીરી અને ઉતાવળી પેઢી છે. લાલચ, લાડ ને જિદમા ઊછરેલી આ પેઢી છે.
બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની. સાચા માર્ગદર્શકની સાચા વિચારની જેને જોવા આપણે પણ બદલાવુ પડશે,શિખવુ પડશે,સમજવુ પડશે.
આપણે શું કરી શકીએ ?????
નોકરી-ધંધા-રોજગાર ને પોતાનામાં ખૂબ જ ખૂંપી ગયેલા આપણે સૌ થોડો સમય આપણા આ 5G બાળકોને આપીએ.
તેમને મંદિરે લઈ જઈએ, તેમના હૃદયમાં ધર્મના નીતિનિયમો દૃઢ કરાવીએ, વાર -તહેવાર, અવસર, પ્રસંગમાં એમને સીધા જોતરીએ; એમને આપણા પરિવારનો, સમાજનો ભવ્ય સામાજિક અને સાંસ્કૃતિક વારસો સમજાવીને આપણા બાપ-દાદાઓના સંઘર્ષની વાતો માંડીએ.
નહીંતર આપણી ચાર ચાર પેઢીની મહેનત અને પરિશ્રમ પર પાણી ફરી વળશે.
કેમ કે આપણે એમના માટે કરવા જેવું કંઈજ બાકી રાખ્યું નથી.! શિક્ષણ પ્રત્યે, પરિવાર પ્રત્યે એમનામાં સૂગ અને નિરાશા પ્રસરતી જાય છે.!
મહેનત, મજૂરી અને પરસેવાની કમાણી એટલે શું એ એમને ખબર નથી. કારણ કે ચોવીસ કલાક એરકંડીશનમાં રહે છે..!
આ પેઢીને જોવા ક્યારેક નદીના અળગા કાંઠા, હાઇરાઇઝના ટેરેસ કે ગાર્ડનના છેવાડાના ભાગ સુઘી જજો
ચરસ,ગાંજા,બ્રાઉન સુગર, અવૈધ મસાઝ પાર્લર કે તેથી વિશેષ વ્યાખ્યામાં કંયાંક આપણા 5G તો નથી ને ???
વિશેષ આવતા અંકે......
#નઝરોના_ધારદાર_તીરની_સાક્ષીએ
#1940to2022
#parenting
#childlove
#genretion_gap
0 Comments